મોટી ચીરઈ સર્વે નં. 3માં માટીની કથિત ગેરકાયદેસર ભરતીનો આક્ષેપ — ખાણ-ખનિજ વિભાગે બે વખત સ્થળ તપાસી પંચનામું કર્યું

0
ભચાઉ તાલુકાના મોટી ચીરઈ ગામે સર્વે નંબર-3માં આવેલી આશરે 10 એકર બિનખેતી જમીનમાં અન્ય સ્થળેથી માટી લાવી આશરે 10 ફૂટ જેટલી ભરતી કરવામાં આવી હોવાના આક્ષેપો સાથે એક જાગૃત નાગરિક દ્વારા મુખ્યમંત્રીશ્રી સહિત સંબંધિત તંત્ર સમક્ષ લેખિત રજૂઆત કરવામાં આવી હતી.રજૂઆતમાં આક્ષેપ કરવામાં આવ્યો હતો કે જમીનમાં મોટી માત્રામાં માટીનો ઉપયોગ કરવામાં આવ્યો છે અને તેના કારણે અંદાજે 2 લાખ ટન જેટલા ખનિજ જથ્થા અંગે રોયલ્ટી ચોરી થઈ હોવાની શંકા વ્યક્ત કરવામાં આવી હતી. ઉપરાંત, માટીની ભરતીના કારણે તળાવ તરફ જતા પાણીના વહેણમાં અવરોધ ઊભો થયો હોવાનો પણ આક્ષેપ રજૂઆતમાં કરવામાં આવ્યો હતો.મુખ્યમંત્રીશ્રી સમક્ષ થયેલી રજૂઆતના અનુસંધાને પૂર્વ કચ્છ ખાણ-ખનિજ વિભાગના અધિકારીઓ દ્વારા તા. 25/08/2026ના રોજ સ્થળ પર રૂબરૂ તપાસ કરી પંચનામું કરવામાં આવ્યું હતું. ત્યારબાદ તા. 09/09/2026ના રોજ ફરીથી અધિકારીઓ અરજદારને સાથે રાખીને સ્થળ પર પહોંચ્યા હતા અને ફરી પંચનામું હાથ ધર્યું હતું.આ કાર્યવાહી બાદ ખાણ-ખનિજ વિભાગ દ્વારા તા. 11/09/2026ના રોજ જમીન માલિકને નોટિસ પાઠવી, સ્થળ પર થયેલી માટીની ભરતી અંગે જરૂરી ખુલાસો તેમજ રોયલ્ટી સંબંધિત વિગતો રજૂ કરવા જણાવાયું હોવાનું જાણવા મળે છે.હાલ સમગ્ર મામલે પૂર્વ કચ્છ ખાણ-ખનિજ વિભાગ દ્વારા આગળની કાર્યવાહી ચાલુ હોવાનું જણાવાઈ રહ્યું છે. જો સંબંધિત રોયલ્ટી અથવા જરૂરી દસ્તાવેજો રજૂ કરવામાં નહીં આવે તો નિયમોનુસાર દંડાત્મક કાર્યવાહી થઈ શકે છે.હવે મુખ્ય પ્રશ્ન એ છે કે આક્ષેપિત ખનિજ કૌભાંડ અંગે તંત્ર દ્વારા અંતે કેટલી રકમની રોયલ્ટી અને દંડ વસૂલવામાં આવે છે અને જવાબદારો સામે શું કાર્યવાહી કરવામાં આવે છે? તેના પર સૌની નજર છે.જાગૃત નાગરિકે જણાવ્યું હતું કે જો સમગ્ર મામલે નિયમોનુસાર કાર્યવાહી નહીં થાય તો તેઓ ACBના અધિકારીઓ તેમજ ઉચ્ચ કક્ષાના અધિકારીઓ સમક્ષ વધુ રજૂઆત કરશે.
Tags

Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.
Post a Comment (0)
To Top