પૂર્વ કચ્છના ભૂસ્તશાસ્ત્રીના અધિકારી આંખે કાળી પટી પહેરી છે કે શું ? ગાગોદર, મનફરા,કાનમેર નજીક કાનો ખુલ્લે આમ ખનિજ ચોરી કરી રહ્યો છે! જ્યારે ગાગોદર પોલીસ કાનાને સાથ સહકાર આપતો હોય તે નજરે લાગી રહ્યો છે? જ્યારે અરજદારને ઉચ્ચ કક્ષાએ રજૂઆત કરવા જઉ પડી રહ્યો છે! જ્યારે કોઈ માલિકીની જમીન માંથી માટી કે રેતી નિકાળવાના દે તો તેના પર જાન લેવા હુમલો પણ કરે છે ! અગાઉ પણ મનફાર વિસ્તારમાં રેતી બાબતે ઝગડો થયેલ જેમાં યુવકને ગંભીર ઇજાઓ પહોંચી હતી અને ગાંધીધામની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો તેમજ ગાગોદરમાં માલિકી જમીન પર રેતી નિકાળવા બાબતે નાનું ઝગડો થયેલ જેમાં પોલીસે ખનીજ માફિયા નો સાથ સહકાર આપી નિર્દોષ લોકોને પોલીસ મથકે બેસાડી રાખ્યા હતા.પણ ખાસ એ વાત છે કે આ ખનિજ માફિયા સાથે એક નેતા હોય અને તેના સહકારથી તે વાગડ વિસ્તારમાં બેફામ ખનિજ ચોરી કરી રહ્યો છે! ભચાઉ વિસ્તારમાં આવેલા નવા IAS અધિકારી અભિષેક પ્રમોદ તળેની ટીમ અવર નવર ખનિજ ચોરી પર રેડ કરી અને પકડી અને દંડ પણ કરી રહી છે તો પૂર્વ કચ્છ ભૂસ્તશાસ્ત્રી વિભાગ શું માખી મારે છે! કચેરીની અંદર પૂરો ટાઈમ બેઠા બેઠા ગપ્પા મારતા હોય છે ! જાગૃત નાગરિકની અનેક રજૂઆત છે જેના દંડ અને કાર્યવાહીમાં પૂર્વ કચ્છ ભૂસ્તશાસ્ત્રી વિભાગ રાહ જોઈ રહ્યો છે કે શું ? સરકારી સંપતિને નુકશાન કરનાર સામે હવે કયા અધિકારી કાર્યવાહી કરશે અને સરકારી સંપતિને નુકશાન કરી અને કરોડો રૂપિયા કમાઈને બેઠલ ખનિજ માફીયાઓની સંપતિ પર શું લેવાશે કાર્યવાહી???
Post a Comment
0 Comments* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.

