નખત્રાણા હાઇવે પર હાઈવા બંધ પડતાં ટ્રાફિક જામ, વાહનોની લાંબી કતારો લાગી
September 21, 2026
0
નખત્રાણા હાઇવેના મુખ્ય માર્ગ પર હાઈવા ગાડી બંધ પડી જતાં ભારે ટ્રાફિક જામની સ્થિતિ સર્જાઈ હતી. હાઈવા સહિત નાના-મોટા વાહનોનો માર્ગ પર જમાવડો થતાં વાહનોની લાંબી કતારો લાગી હતી, જેના કારણે વાહનચાલકોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો.રસ્તા પર હાઈવા વાહન ફેલ થતાં વાહનવ્યવહાર ધીમો પડી ગયો હતો અને બંને તરફ વાહનોની અવરજવર પર અસર જોવા મળી હતી. ટ્રાફિક જામને કારણે વાહનચાલકોને લાંબો સમય રાહ જોવી પડી હતી.ઘટનાની જાણ થતાં સ્થળ પર ફરજ બજાવતા TRB જવાને સમયસૂચકતા દાખવી ટ્રાફિકનું નિયમન હાથ ધર્યું હતું. વાહનોને વ્યવસ્થિત રીતે પસાર કરાવી ટ્રાફિકનો પ્રવાહ યથાવત કરાવવાની કામગીરી કરવામાં આવી હતી.TRB જવાનની સમયસરની કામગીરીને કારણે ધીમે ધીમે ટ્રાફિક હળવો થયો અને માર્ગ પર વાહનવ્યવહાર ફરી શરૂ થયો હતો.
Share to other apps

