અહેવાલ : જયેશ ધેયડા ભચાઉ
ભચાઉના માનસરોવર વિસ્તારમાં નોટિસ બાદ પણ ગેરકાયદેસર ગોડાઉન યથાવત્,ભચાઉ વિસ્તાર વિકાસ સત્તા મંડળ ની કાર્યવાહી ક્યારે?
September 21, 2026
0
ભચાઉ શહેરના માનસરોવર વિસ્તારમાં પ્લોટમાં બિનપરવાનગીથી ગોડાઉન સહિતનું બાંધકામ કરવામાં આવ્યું હોવાની રજૂઆતો બાદ ભચાઉ વિસ્તાર વિકાસ સત્તા મંડળ તંત્ર દ્વારા સંબંધિત મિલકતધારકને નોટિસ ફટકારવામાં આવી હતી. નોટિસમાં બાંધકામ અંગે કાર્યવાહી કરવા સૂચના આપવામાં આવી હોવા છતાં હજુ સુધી સ્થળ પર ગેરકાયદેસર બાંધકામ દૂર કરવામાં આવ્યું નથી.માનસરોવર વિસ્તારમાં રહેણાંક/પ્લોટ વિસ્તારમાં ગોડાઉનનું બાંધકામ થતાં ભચાઉ વિસ્તાર વિકાસ સત્તા મંડળ તંત્રના ધ્યાન પર મામલો આવ્યો હતો. ત્યારબાદ કાર્યવાહીરૂપે નોટિસ આપવામાં આવી, પરંતુ નોટિસ બાદ પણ ગોડાઉન યથાવત્ જોવા મળતાં ભચાઉ વિસ્તાર વિકાસ સત્તા મંડળ તંત્રની કાર્યવાહી સામે સવાલો ઉઠી રહ્યા છે.નોટિસ ફટકાર્યા બાદ પણ બાંધકામ કેમ તોડવામાં આવ્યું નથી? શું માત્ર નોટિસ આપીને કાર્યવાહી પૂર્ણ માનવામાં આવી છે? ગેરકાયદેસર બાંધકામ સામે અંતિમ કાર્યવાહી ક્યારે થશે? સ્થાનિકોમાં ચર્ચા છે કે જો બાંધકામ ખરેખર બિનપરવાનગીનું હોવાનું ભચાઉ વિસ્તાર વિકાસ સત્તા મંડળ તંત્રના ધ્યાન પર આવ્યું છે, તો નોટિસ બાદ નિયમ મુજબ આગળની કાર્યવાહી ક્યારે કરવામાં આવશે તે અંગે ભચાઉ વિસ્તાર વિકાસ સત્તા મંડળ તંત્ર દ્વારા સ્પષ્ટતા કરવામાં આવે તેવી માંગ ઉઠી રહી છે.હવે જોવાનું એ રહ્યું કે માનસરોવર વિસ્તારમાં નોટિસ પામેલા આ ગોડાઉન સામે ભચાઉ વિસ્તાર વિકાસ સત્તા મંડળ તંત્ર માત્ર કાગળ પર કાર્યવાહી રાખે છે કે પછી સ્થળ પર વાસ્તવિક ડિમોલિશન કાર્યવાહી હાથ ધરે છે.
Share to other apps

