ભચાઉ-રાપરમાં ગેરકાયદેસર ખનન સામે તંત્રની મોટી કાર્યવાહી,૮ ટ્રક, હિટાચી મશીન અને કેમ્પર સીઝ; આશરે ₹૪ કરોડનો મુદ્દામાલ જપ્ત

0
કચ્છ જિલ્લા મેજિસ્ટ્રેટ અને કલેક્ટરશ્રી, ભુજ-કચ્છની સૂચનાના પગલે ભચાઉ પ્રાંત અધિકારી IAS અભિષેક પ્રમોદ તળે, ભચાઉ મામલતદારશ્રી તથા પૂર્વ કચ્છ ખાણ-ખનિજ વિભાગની સંયુક્ત ટીમ દ્વારા તા.
૨૩/૦૯/૨૦૨૬ના રોજ ભચાઉ અને રાપર તાલુકામાં ગેરકાયદેસર ખનન તથા ખનિજ પરિવહન સામે દિવસ-રાત સઘન કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.આ કાર્યવાહી દરમિયાન લોઘેશ્વરથી ખારોઈ જતા માર્ગ, ભરત હોટેલ-ધરણા પાટિયા, શિકારપુર તેમજ રાપર તાલુકાના ગાગોદર વિસ્તારમાં તપાસ હાથ ધરવામાં આવી હતી.તપાસ દરમિયાન ગેરકાયદેસર રીતે વ્હાઇટ માટી તથા રેતીનું પરિવહન કરતા કુલ ૮ ટ્રકો રોયલ્ટી ઉપલબ્ધ ન હોવાના કારણે સીઝ કરવામાં આવ્યા હતા. જ્યારે ગાગોદર ખાતે ગેરકાયદેસર ખનન કરતા ૧ હિટાચી મશીન અને ૧ કેમ્પર પણ સીઝ કરવામાં આવ્યા હતા.ગાગોદર ખાતે ગેરકાયદેસર ખનન સ્થળે વધુ કાર્યવાહી માટે પૂર્વ કચ્છ ખાણ-ખનિજ વિભાગની ટીમને જરૂરી સૂચનાઓ આપવામાં આવી હતી.તંત્રના જણાવ્યા મુજબ સમગ્ર કાર્યવાહીમાં આશરે ₹૪ કરોડનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે. સીઝ કરાયેલા વાહનો સામે Gujarat Mineral (Prevention of Illegal Mining, Transportation and Storage) Rules, 2017 મુજબ કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. દંડની કાર્યવાહી માટે વાહનોનો કબ્જો સંબંધિત પોલીસ સ્ટેશનને સોંપવામાં આવ્યો છે.ભચાઉ પ્રાંત અધિકારી IAS અભિષેક પ્રમોદ તળે, ભચાઉ મામલતદાર અને પૂર્વ કચ્છ ખાણ-ખનિજ વિભાગની સંયુક્ત કાર્યવાહીને પગલે ગેરકાયદેસર ખનન કરતા તત્વોમાં ફફડાટ ફેલાયો છે.
Tags

Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.
Post a Comment (0)
To Top